સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થી અમદાવાદમાં સ્થાયી થયેલ કડવા પાટીદારો દ્વારા સમાજને મદદરૂપ થવાના હેતુથી શ્રી સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદારો નવચેતના શિક્ષણમંડળ, અમદાવાદના નેજા હેઠળ તા. ૧૭/૧૨/૨૦૦૬ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળધામ હાથીજણ, અમદાવાદ મુકામે યોજાયેલ આ સ્નેહ સંમેલન માં આપણા પરિવારોમાં ઉત્સાહ અને સંપમાં અનેરો ઉમળકો દેખાયો અને તા. ૨૦/૦૧/૨૦૦૮ ના રોજ પરિવારોના વિકાસ, ઉત્કર્ષ અને સંગઠનના ઉદ્વેશથી દ્રિતીય સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે ૧૫૦૦ પરિવારો જોડાયા હતા.